જામનગર જિલ્લાના જામજોધપુર પંથકમાં ખેડુતોને જમીન રિ-સર્વેની કામગીરીમાં થયેલા ગોટાળાના સંદર્ભે આજે ખેડુતોએ જામનગરમાં આવેલી લેન્ડ રેકર્ડ કચેરીમાં મોટી સંખ્યામાં હાજર રહીને શર્ટ ઉતારીને આવેદનપત્ર આપ્યું હતું. જેથી આશ્ચર્ય સર્જાયું હતું. ખેડુતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો.