વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઈન્ડિયન સ્પેસ એસોસિએશન લોંચ કર્યું હતું. તેમણે કહ્યું હતું આ નવી શરૃઆતથી દેશના સ્પેસ સેક્ટરને નવી દિશા મળશે અને તેમાં મોટા પરિવર્તનો આવશે. વડાપ્રધાને ખાનગીકરણના સંદર્ભમાં પણ મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે જે સેક્ટરમાં સરકારની હાજરી અનિવાર્ય નહીં હોય એ બધા જ ક્ષેત્રોમાં ખાનગીકરણ થશે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે ઈન્ડિયન સ્પેસ એસોસિએશનના ચાર ઉદેશ્ય છે. પ્રથમ, નવીનીકરણ માટે પ્રાઈવેટ સેક્ટરને અવકાશ. બીજું, એક પ્રવર્તકના રૃપમાં સરકારની ભૂમિકા નક્કી કરવી. ત્રીજું, યુવાનોને ભવિષ્ય માટે તૈયાર કરવા અને ચોથું, સ્પેસ સેક્ટરનો વિકાસ સાધારણ નાગરિકોના વિકાસમાં કરવો. આ ઉદેશ્ય સાથે અંતરિક્ષ સંઘની સ્થાપના થઈ છે.