Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ સમયે જ ગાંધીનગરના ખ્રિસ્તી ધર્મના આર્કબિશપ થોમસ મેકવાન દ્વારા તમામ દેવળો એટલે કે ચર્ચોને પત્ર પાઠવીને એમાં માનવ અધિકારોનું હનન થઇ રહ્યું છે, બંધારણિય અધિકારોને કચડવામાં આવી રહ્યું છે, લઘુમતિઓ-પછાતો વગેરેમાં અસુરક્ષાની ભાવના વધી છે...એમ લખવાની સાથે એવો ઉલ્લેખ કર્યો છો કે દેશ પર રાષ્ટ્રવાદીઓ કબજો જમાવી રહ્યાં છે અને માનવ અધિકારોનું રક્ષણ કરી શકે તેવા ઉમેદવારોને ચૂંટવા જોઇએ. તેમણે આ પત્રમાં -રાષ્ટ્રવાદીઓ- દેશ પર કબજો જમાવી રહ્યાંનો ઉલ્લેખ કર્યો છે ત્યારે રાજકીય ક્ષેત્રે એવી ચર્ચા ચાલી રહી છે કે રાષ્ટ્રવાદીઓ એટલે કેવા...? રાષ્ટ્રવાદી એટલે અંગ્રેજીમાં નેશનાલિસ્ટ. હવે જે નેશનાલિસ્ટ હોય કે રાષ્ટ્રવાદી હોય તો તે ખરાબ તત્વો કહેવાય કે સારા તત્વો કહેવાય..? કોઇ એમ કહે કે તે રાષ્ટ્રવાદી છે તો તે ખરાબ કહેવાય..? દેશ પર રાષ્ટ્રવાદી રાજ ના કરે તો કોણ કરે? આર્કબિશપના મતે રાષ્ટ્રવાદી એટલે કોમવાદી..? રાષ્ટ્રવાદી એટલે સાંપ્રદાયિક પરિબળો? જો આ શબ્દ ખરાબ અર્થમાં હોય તો દેશના સિનિયર રાજકારણી શરદ પવારે પોતાની પાર્ટીનું નામ તાત્કાલિક બદલી નાંખવું જોઇએ. કેમ કે તેમની પાર્ટીનું નામ છે-રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી). તો આ પાર્ટીને મહારાષ્ટ્રમાં અન્ય પાર્ટીઓ કરતાં વધારે મતો અને સત્તા મળે છે તો તેનું શું? શું આર્કબિશપથી લખવામાં કંઇક ભૂલ થઇ ગઇ છે? શું તેઓ રાષ્ટ્રવાદીઓની જગ્યાએ –કોમવાદીઓ- એવું કંઇ લખવા માંગતા હતા? આવા અનેક પ્રશ્નો તેમના પત્રના પગલે ચર્ચામાં છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ