ગુજરાત વિધાનસભાની ચૂંટણીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. દરેક પક્ષ પોતાના ઉમેદવારો જાહેર કરી રહ્યા છે. જેને પગલે વિરોધ અને નેતાઓની નારાજગી સામે આવી રહી છે. કેટલાક નવા ચહેરાઓને તક આપવામાં આવી છે તો કેટલાક જૂના જોગીઓનું પત્તુ કાપવામાં આવ્યુ છે. ત્યારે હવે મહેસાણા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલ ચૌધરીને લઈને આપમાં જોડાવાને લઈને જે અટકળો વહેતી થઈ હતી તેના પર પૂર્ણ વિરામ આવી ગયો છે. અર્બુદા સેનાના અધ્યક્ષ અને ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્યમંત્રી વિપુલ ચૌધરી આ વખતે વિધાનસભાની ચૂંટણી નહીં લડશે.