અરવલ્લીની ગિરિમાળાઓમાં બિરાજમાન ભગવાન શામળિયાના મંદિરમાં આજથી ટૂંકા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. યાત્રાધામ શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા આ ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ટૂંકી ચડ્ડી, બરમુડો અથવા ટૂંકા વસ્ત્રો પહેરીને મંદિર આવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
આવા વસ્ત્રો પહેરીને આવતા દર્શનાર્થીઓ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પુરુષો માટે ધોતી તથા પીતાંબર વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી છે. મહિલાઓ માટે પણ લેંઘા જેવા લાંબા વસ્ત્રોની વ્યવસ્થા મંદિર ટ્રસ્ટ દ્વારા કરાઇ છે. ભગવાન શામળીયાના દર્શન કરવા માટે આવતાં યાત્રિકો માટે આ નિયમ આજથી અમલી કરવામાં આવ્યો છે.