રાજ્યભરમાં આ વર્ષે પડેલા અનરાધર વરસાદને કારણે ખેડૂતોના માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. ત્યારે અરવલ્લીમાં અતિવૃષ્ટિને કારણે ખેડૂતે આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મોડાસાનાં દધાલિયા ઉમેદપુર ગામનાં ખેડૂત જયંતીભાઇ પટેલે ઝેરી દવા પીને આપધાત કરી લીધો છે. હાલ પરિવાર અને પંથકમાં શોક છવાયો છે. પોલીસે અતિવૃષ્ટિને કારણે આપઘાત કર્યાનો ગુનો નોંધીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો છે.