તાલુક અને જિલ્લા પંચાયત તેમજ નગરપાલિકા ની યોજાયેલી ચૂંટણી બાદ આજે પરિણામ જાહેર થયા છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નગરપાલિકામાં AIMIM ના નવ ઉમેદવારની જીત થઈ છે. આ સાથે જ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી લડી રહેલા ઓવૈસીના પક્ષે મોડાસા નગરપાલિકામાં કૉંગ્રેસ પાસેથી વિપક્ષનું પદ પણ છીનવી લીધું છે. મહાનગરપાલિકાની ચૂંટણી માં જીત બાદ હવે નગરપાલિકાની ચૂંટણીમાં પણ ઓલ ઇન્ડીયા મજલીસ -એ-એતીહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટીએ જીત નોંધાવી છે. મોડાસા નગરપાલિકાની 12 બેઠક પર ઓવૈસીની પાર્ટીએ ઉમેદવાર ઊભા રાખ્યા હતા. જેમાંથી નવ બેઠક પર પાર્ટીની જીત થઈ છે. આ રીતે મોડાસાના રાજકરણમાં AIMIMની ધમાકેદાર એન્ટ્રી થઈ છે.