રાજ્યભરમાં કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે અરવલ્લીના ઉમેદપુરમાં 2 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ચોમાસામાં ન પડેલો વરસાદ ભરઉનાળે ખાબક્યો હતો. ભારે કમોસમી વરસાદથી ગામમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. મોડાસાના દાધલિયા પાસેના ઉમેદપુરમાં મોટું નુકસાન થયું છે. ભરઉનાળે 2 કલાકમાં 5 ઈંચ વરસાદથી ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.
વરસાદને કારણે ગામમાં 1800 વીઘા ખેતરમાં પાકમાં મોટું નુકસાન પહોંચ્યું છે. ઘઉં સહિતના પાકો હજુ પણ પાણીમાં જોવા મળી રહ્યા છે. 5 ઈંચ વરસાદથી ગામની નદીઓમાં પણ ઘોડાપૂર છે. ગઈકાલે કરા સાથે ભારે વરસાદ થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. માવઠા બાદ ઉમેદપુર ગામની જમીની હકીકતના દ્રશ્યો સામે આવ્યા છે