ચૂંટણી બોન્ડને લઇને સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ બુધવારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે ૧ એપ્રીલ, ૨૦૧૯થી ૧૫ ફેબ્રુઆરી ૨૦૨૪ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા કુલ ૨૨,૨૧૭ ઇલેક્ટોરલ બોન્ડની ખરીદી કરવામાં આવી હતી. એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં રજુ કરેલા સોગંદનામામાં આ માહિતી આપી હતી, સાથે કહ્યું હતું કે બેન્કે સુપ્રીમના આદેશ મુજબ મંગળવાર સુધીમાં ચૂંટણી પંચને બોન્ડની તમામ જાણકારી આપી દીધી છે. જ્યારે બીજી તરફ ચૂંટણી પંચે પણ સ્પષ્ટતા કરી દીધી છે કે તે શુક્રવારે સાંજ સુધીમાં પોતાની વેબસાઇટ પર બોન્ડની તમામ માહિતી જાહેર કરી દેશે