Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કેન્દ્ર સરકારે ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિક-કાર્યક્રમોનાં શૂટિંગ માટે લીલી ઝંડી આપી દીધી છે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે રવિવારે શૂટિંગ શરૂ કરવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સ (એસઓપી) જારી કરી હતી. જાવડેકરે જણાવ્યું હતું કે, કેન્દ્રીય આરોગ્ય અને ગૃહ મંત્રાલય સાથે ચર્ચા વિચારણા કર્યા પછી આ ગાઇડલાઇન તૈયાર કરાઈ છે. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને જારી કરાયેલી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર્સનું પાલન કરીને ફિલ્મ તથા ટેલિવિઝિન ધારાવાહિકોનું શૂટિંગ શરૂ કરી શકાશે. જે લોકો કેમેરાનો સામનો કરે છે તેમના સિવાયના તમામ લોકો માટે ફેસમાસ્ક ફરજિયાત રહેશે. ગાઇડલાઇન જારી થવાના કારણે ન કેવળ ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિકોના શૂટિંગ શરૂ થશે પરંતુ રોજગારનું સર્જન પણ થશે.  અમે આંતરરાષ્ટ્રીય અનુભવના આધારે ગાઇડલાઇન તૈયાર કરી છે. ફિલ્મ અને ટેલિવિઝન ધારાવાહિકો અર્થતંત્રનું અગત્યનું અંગ છે અને તેના દ્વારા લાખો લોકોને રોજગાર મળે છે.

ઓછામાં ઓછા સંપર્ક સાથે શૂટિંગ માટે ગાઇડલાઇન

કેમેરાનો સામનો કરતા કલાકારો સિવાયના તમામ માટે ફેસમાસ્ક ફરજિયાત રહેશે
હેરસ્ટાઇલિસ્ટ, મેક-અપ આર્ટિસ્ટ સહિતના લોકો માટે પીપીઇ કિટ ફરજિયાત
૬ ફૂટનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે
એન્ટ્રી પોઇન્ટ પર થર્મલ સ્ક્રીનિંગ કરવાનું રહેશે
શૂટિંગના સ્થળનું વારંવાર સેનિટાઇઝેશન કરવું
શૂટિંગનું સ્થળ વિશાળ હોવી જોઇશે જેથી અંતર જાળવી શકાય
લાપેલ માઇક અને શૂટિંગ માટે પ્રોપનો ઓછો ઉપયોગ
કોસ્ચ્યૂમ, વિગ, મેક-અપ આઇટમનું ઓછું શેરિંગ
આરોગ્ય સેતુના ઉપયોગ કરવા સલાહ, કન્ટેનમેન્ટ ઝોનમાં શૂટિંગ નહીં કરી શકાય
વૃદ્ધ, ગર્ભવતી, અન્ય બીમારો સાવચેતી રાખે
બને તેટલા ઓછા કલાકાર અને અન્ય કર્મચારી હાજર રાખવા
સેટ અને આઉટડોર શૂટિંગમાં વિઝિટર્સ અને ઓડિયન્સને પરવાનગી નહીં
શૂટિંગના સ્થળે એન્ટ્રી અને એક્ઝિટ પોઇન્ટ અલગ-અલગ રાખવા
સેટ, કાફેટેરિયા, મેક-અપ રૂમ, એડિટ રૂમ, વેનિટી વાનનું સેનિટાઇઝેશન
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ