વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સરકાર વધુ આગળ લઈ જવાનો પ્લાન કરી રહી છે. તે હેઠળ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 1.4 લાખ વધારાના ઘર બનાવવાની મંજૂરી આપી દીધી. હવે આ યોજના હેઠળ બનનારા કુલ ઘરોની સંખ્યા 85 લાખ થઈ જશે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ મુજબ, યૂનિયન હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ મિનિસ્ટ્રીએ મંત્રાલયના સચિવ દુર્ગાશંકર મિશ્રની અધ્યક્ષતામાં મળેલી Central Sanctioning and Monitoring Committee (CSMC)ની 45મી બેઠક બાદ એક નિવેદન જાહેર કરી આ જાણકારી આપી.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ યોજના હેઠળ શહેરી ગરીબો માટે 1,40,134 વધારાના ઘર બનાવવામાં આવશે. આ 1.4 લાખ ઘરોમાંથી ઉત્તર પ્રદેશમાં 54,277 ઘર, પશ્ચિમ બંગાળમાં 26,585 ઘર, ગુજરાતમાં 26,183 ઘર, આસામમાં 9,328 ઘર, મહારાષ્ટ્રમાં 8,499 ઘર, છત્તીસગઢમાં 6,507, રાજસ્થાનમાં 4,947 ઘર અને હરિયાણામાં 3,808 ઘર બનાવવામાં આવશે.
તેમાં કુલ 492 પ્રોજેક્ટ છે, જેની પર 6,642 કરોડ રૂપિયા ખર્ચ કરાશે. તેમાંથી કેન્દ્રએ પોતાના તરફથી 2,102 કરોડની આર્થિક સહાયતાને મંજૂરી આપી દીધી છે.
PMAY સબ્સિડી સ્કીમે એપ્લીકેશન ફોર્મ https://pmaymis.gov.in/થી ડાઉનલોડ કરી શકાય છે. ફોર્મને સિટીઝન એસેસમેન્ટ ટેબ હેઠળ બેનેફિટ ફોર અધર 3 કમ્પોનન્ટ્સ પર ક્લિક કરીને ઓનલાઇન એક્સેસ કરી શકાય છે. અરજકર્તાને આધાર નંબર અને નામ નોંધવું પડશે. જાણકારી વેરિફાઇ થયા બાદ ફોર્મ ભરી શકાય છે. અરજદારનું નામ, આવક, પરિવારના સભ્યોની સંખ્યા, સંપર્ક નંબર, પરિવારના મુખ્ય સભ્યની ઉંમર, ધર્મ, જાતિ વગેરે ભરવાના છે.