દેશમાં કોરોનાના વ્યાપક રસીકરણ માટે શનિવારે દેશવ્યાપી ડ્રાય રન યોજાવાની છે તે પહેલાં જ લોકોને નવા વર્ષની ભેટ મળી છે. કોવિશીલ્ડને દેશમાં ઈમર્જન્સી ઉપયોગ માટે એક્સપર્ટ પેનલની મંજૂરી મળી ગઇ છે. ઉલ્લેખનીય છે કે, કોરોનાની ત્રણ રસી જેના ઉપર ભારતમાં કામ થઈ રહ્યું છે અને બીજી વિદેશી રસીઓ ઉપર પણ કામ થઈ રહ્યું છે. આ તમામ રસીઓમાંથી કેટલીક રસીઓને ઈમર્જન્સી એપ્રુવલ આપવા માટે શુક્રવારે બેઠક યોજવામાં આવી હતી. સબજેક્ટ એક્સપર્ટની આ બેઠકમાં સીરમ ઈન્સ્ટિટયૂટ ઓફ ઈન્ડિયા દ્વારા વિકસાવવામાં આવી રહેલી ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસીને ઈમર્જન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. હવે તેને રસીકરણમાં જોડવા અને રસીકરણ શરૂ કરવા માટે ડ્રગ કેન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા દ્વારા પણ તેને મંજૂરી આપવામાં આવેશે તેવા સંકેતો છે. બ્રિટને તાજેતરમાં જ આ રસીને મંજૂરી આપી હતી અને હવે ભારત દ્વારા મંજૂરી અપાય તેની રાહ જોવાઈ રહી હતી.