દેશમાં હવે રૂઢીવાદી માનસિક્તા તૂટી રહી છે, બધા સમાજો નજીક આવી રહ્યા છે. આજના ભારતમાં ધર્મ અને જાતિના સીમાડા ઝડપતી તૂટી રહ્યા છે. આંતરધર્મી અને આંતરજાતીય લગ્નો અને છૂટાછેડાનું પ્રમાણ વધી રહ્યું છે. આવા સમયમાં દેશમાં સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ) લાગુ કરવાનો એકદમ યોગ્ય સમય છે તેમ દિલ્હી હાઈકોર્ટે છૂટાછેડા સંબંધિત એક ચૂકાદામાં જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે ૧૯૮૫માં આ સંદર્ભમાં નિર્દેશો આપ્યા હોવાનો ઉલ્લેખ કરીને દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને આ દિશામાં પગલું લેવાની પણ ભલામણ કરી છે. હાઈકોર્ટે ઉમેર્યું કે અલગ અલગ ધર્મો અને જાતીઓના પર્સનલ કાયદાઓના કારણે યુવાનોની સાથે અદાલતોએ પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી બંધારણની કલમ ૪૪ હેઠળ સમાન નાગરિક કાયદા સંહિતા લાગુ કરવાનો સમય આવી ગયો છે.