કોલ્હાપુરનાં મહાલક્ષ્મી મંદિરમાં હવે મહિલા પૂજારી પણ જોવા મળશે. વિધાનસભામાં એક મહત્વનો નિર્યણ કરીને મહારાષ્ટ્ર સરકારે આ મંદિરમાં વંશ પરંપરાગત રીતે થતી પૂજારીઓની નિયુક્તિ સમાપ્ત કરી દીધી છે. હવેથી આ મંદિરમાં પૂજારીની નિયુક્તિમાં 50 ટકા મહિલા આરક્ષણ જાહેર કર્યું છે. આ મંદિર અંબાબાઈ મંદિર તરીકે પણ ઓળખાય છે. જોકે હાલના પૂજારીઓએ સરકારના આ નિર્ણયનો વિરોધ કર્યો છે.