હિમાચલ પ્રદેશ કેડરના ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી તપન કુમાર ડેકાની ઈન્ટેલિજન્સ બ્યૂરોના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. પર્સોનલ મિનિસ્ટ્રીના એક નોટિફિકેશનમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
આસામના તેજપુરમાંથી આવતા તપન કુમાર ડેકા હિમાચલ પ્રદેશ કેડરના ૧૯૮૮ની બેચના આઈપીએસ અધિકારી છે. ઈન્ટેલિજન્સ બ્યૂરોના જ સ્પેશિયલ ડિરેક્ટર તરીકે કાર્યરત તપનકુમાર ડેકાની નિમણૂક પર્સોનલ મિનિસ્ટ્રીએ ડિરેક્ટર તરીકે કરી હતી. તપન કુમાર ૩૦મી જૂને નિવૃત્ત થઈ રહેલા અરવિંદ કુમારની જગ્યા લેશે. ગયા વર્ષે તેમનો કાર્યકાળ એક વર્ષ માટે વધારાયો હતો.