મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ સુબોધ કુમાર જયસ્વાલને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના ડાયરેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તેઓ હાલ સીઆઇએફએસના ચીફ તરીકે કાર્યરત છે અને ભૂતકાળમાં ઈન્ટેલિજન્સ બ્યુરો તેમજ રૉમાં પણ ઉચ્ચ પદો પર કામ કરવાનો અનુભવ ધરાવે છે. સીબીઆઇના નવા કાયમી ડાયરેક્ટરની નિમણુંકને લઇને પીએમના આવાસે બેઠક યોજાઇ હતી. જે દરમિયાન મુખ્ય ન્યાયાધીશે એક એવો નિયમ બતાવ્યો જેને કારણે સરકારે જે બે નામ સુચવ્યા હતા તેને આ પદની રેસમાંથી બાદ કરી દેવામાં આવ્યા છે.