રાજ્યના વિકાસમાં વિધાનસભા ગૃહમાં થતી ચર્ચાઓ મહત્વની હોય છે. જે અંતર્ગત સંસદીય કાર્યપ્રણાલી પ્રજાલક્ષી અને પરિણામલક્ષી બનાવવાના હેતુસર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની કોન્ફરન્સ જયપુર ખાતે યોજવામાં આવી છે. લોકસભાના અધ્યક્ષ દ્વારા કોન્ફરન્સના સંચાલન અને આયોજન માટે સ્ટેન્ડિંગ કમિટી ફોર ઓલ ઇન્ડિયા પ્રિસાઈડીંગ ઓફિસર્સની રચના કરવામાં આવેલી છે.