કેન્દ્ર સરકારે દેશના ચીફ વિજિલન્સ કમિશનર (CVC) તરીકે નિવૃત IAS અધિકારી સંજય કોઠારીની નિમણૂંક કરી છે.આજે શનિવાર સવારે રાષ્ટ્રપતિ ભવનમાં સાદગીપૂર્ણ રીતે યોજાયેલા કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સંજય કોઠારીને શપથ લેવડાવ્યા હતા. નવા વરાયેલા ચીફ વિજિલન્સ કમિશનર સંજય કોઠારી 1978 બેન્ચના હરિયાણા કેડરના IAS અધિકારી છે. તેઓ વર્ષ 2016માં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગના સચિવ તરીકે નિવૃત થયા હતા. ત્યારબાદ જુલાઇ 2017માં તેમની રાષ્ટ્રપતિના સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.
દેશના તત્કાલીન CVC કે.વી. ચૌધરી ગયા જૂન મહિનામાં નિવૃત થયા હતા ત્યારબાદ CVCની જગ્યા ખાલી પડી હતી. કેન્દ્ર સરકારના હાઇલેવલ સિલેક્શન કમિટીએ રાષ્ટ્રપતિના સચિવ સંજય કોઠારીના નામની ચીફ વિજિલન્સ કમિશનર તરીકે ભલામણ કરી હતી. જેના આધારે તેમની આજે નિમણૂંક કરવામાં આવી હતી. જણાવી દઈએ કે, CVCનો કાર્યકાળ 4 વર્ષનો હોય છે. દરમિયાનમાં અસમ અને મેઘાલય કેડરના 1980 બેન્ચના નિવૃત સનદી અધિકારી કપિલદેવ ત્રિપાઠીની રાષ્ટ્રપતિના સંયુક્ત સચિવ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, CVCની નિમણૂંક વડાપ્રધાન, ગૃહ પ્રધાન અને વિરોધ પક્ષના નેતાની સહ સહમતિથી નિમણૂંક કરવામાં આવતી હોય છે.