રાજ્યના ચીફ સેક્રેટરી પંકજકુમાર અને રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા જાન્યુઆરી 2023માં નિવૃત્ત થઇ રહ્યાં છે. ત્યારે મહત્વની આ બે જગ્યાએ કોને મૂકવા તેની ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ત્યારે આજે રાજ્યના ચીફ સેક્રેટરી તરીકે રાજકુમારની નિમણૂંક કરી દેવામાં આવી છે.
હાલ તેઓ ગૃહ વિભાગના અગ્ર સચિવ તરીકે ફરજ બજાવે છે. પંકજ કુમાર 31 જાન્યુઆરી નિવૃત્ત થઈ રહ્યા છે. ત્યારે રાજકુમાર 31 જાન્યુઆરીએ હોદ્દો સંભાળશે.