આજે ગુજરાત હાઈકોર્ટમાં 5 ન્યાયાધીશની નિમણૂક કરવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી ટ્વિટ કરીને જણાવ્યું છે કે, ભારતના બંધારણ હેઠળની સંબંધિત જોગવાઈઓ મુજબ 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આજે કેન્દ્રીય કાયદા મંત્રી કિરણ રિજીજુ દ્વારા તેમના ટ્વિટર હેન્ડલ પર ટ્વિટ કરી જણાવ્યું છે કે, ગુજરાતમાં 5 જ્યુડિશિયલ અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના એડિશનલ જજ તરીકે નિમણૂક કરાઈ છે. કાયદા મંત્રીએ આ સાથે 5 નામોની યાદી પણ જાહેર કરી છે. નવા નિમાયેલા ગુજરાતના પાંચ ન્યાયાધીશોમાં (1) સુસાન વેલેન્ટાઈન પિન્ટો (2) હસમુખભાઈ દલસુખભાઈ સુથાર (3) જીતેન્દ્ર ચંપકલાલ દોશી (4) મંગેશ રમેશચંદ્ર મેંગડે તેમજ (5) દિવ્યેશકુમાર અમૃતલાલ જોશીનો સમાવેશ થાય છે