Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પત્રકારો પર થયેલા હુમલા સંદર્ભે ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને તેમજ ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાને આવેદન પત્ર આપ્યું હતું. પત્રકારો પર થયેલા હુમલા અંગે તેમજ ભવિષ્યમાં પણ આવી કોઈ ઘટના ન બને તે માટે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી. 

ગુજરાત પત્રકાર સુરક્ષા સમિતિના સભ્યો પદ્મકાંત ત્રિવેદી, ડૉ. હરિ દેસાઈ, ડૉ. ધીમંત પુરોહિત, દિલીપ પટેલ, અભિજિત ભટ્ટ, દર્શના જમીનદાર અને ગૌરાંગ પંડ્યા દ્વારા પત્રકારોની સુરક્ષા મામલે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સુરક્ષા અને વેલફેર મામલે પણ રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ પત્રકારોની સુરક્ષા અને વેલફેર મામલે પત્રકાર અકાદમી સક્રિય કરવાનો અનુરોધ પણ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત નિર્ણય લેવામાં આવશે એવી ખાતરી પણ આપવામાં આવી હતી. આ ઉપરાંત પત્રકાર સ્વ. ચિરાગ પટેલના અપમૃત્યુ મામલે ગૃહ રાજ્યમંત્રી દ્વારા અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર સાથે પત્રકાર સુરક્ષા સમિતિની એક બેઠક તાકિદે યોજવા બાબતે પણ સૂચના આપવામાં આવી છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ