એપલે આજે ભારતમાં તેનો પ્રથમ સ્ટોર ખુલ્લો મુક્યો છે. આઈફોન કંપનીના CEO ટિમ કૂકે મુંબઈમાં Apple BKC સ્ટોરનું ગેટ ખોલીને ઉદઘાટન કર્યુ હતું. એપલ સ્ટોરને એવા અવસરે શરુ કરવામાં આવ્યો હતો જ્યારે કંપની ભારતમાં 25 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહી છે. મુંબઈ પછી ભારતનો બીજો એપલ સ્ટોર 20 એપ્રિલે દિલ્હીમાં ખુલશે. એપલના CEO ટિમ કૂક 19 એપ્રિલે PM પીએમ મોદી સાથે મુલાકાત કરી શકે છે.