આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરતા પુણે પોલીસને અત્યારસુધીમાં રૃા.૪૦૦૦ કરોડનું ૨૦૦૦ કિલોથી વધુ મેફેડ્રોન મળી આવ્યું છે. દિલ્હી, પુણે, સાંગલીમાં દરોડા દરમિયાન પોલીસે આ કૌભાંડમાં મહત્વની માહિતી મેળવી અંદાજે આઠ જણની ધરપકડ કરી છે. પુણે પોલીસની ૧૫ ટીમે અન્ય તપાસ એજન્સી સાથે મળીને દેશભરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. બીજી તરફ મુંબઇ, મીરા-ભાઇંદર, પુણે, દિલ્હી, બૅગ્લોર, હૈદરાબાદ, લંડન અને અન્ય સ્થળે આરોપીઓ દ્વારા મેફેડ્રોન વેચવામાં આવ્યું હોવાનું કહેવાય છે. મેફેડ્રોન ડ્રગેને 'મ્યાઉં મ્યાઉ' તરીકે પણ ઓળખવામાં આવે છે.
પુણે પોલીસે અગાઉ વૈભવ ઉર્ફે પિંટયા માને, અજય કરોસિયા, અને હૈદર શેખને પકડીને રૃા.બે કરોડનું મેફેડ્રોન જપ્ત કર્યું હતું. પોલીસને હૈદરની પૂછપરછ બાદ મીઠાના ગોદામમાંથી રૃા. દોઢ કરોડનું મેફેડ્રોન મળી આવ્યું હતું.