અમદાવાદ શહેરમાં ભરાતું ગૂર્જરી બજાર એટલે કે રવિવારી બજાર વિશ્વ પ્રસિદ્ધ છે. દર રવિવારે સાબરમતી નદીનાં પટમાં ભદ્રકાળી વિસ્તારમાં ભરાતા આ બજારમાં મોટાભાગની દરેક વસ્તુ વાજબી કિંમતે મળી રહે છે. તેમાં પણ ખાસ કરીને આર્ટ અને કલ્ચરનાં પુસ્તકો પણ મળી રહે છે. ઘણા પુસ્તકપ્રેમીઓ રવિવારે અહીં પહોંચી જાય છે અને દુનિયાભરના આર્ટ-કલ્ચરના પુસ્તક ઓછી કિંમતે ખરીદે છે.