અમદાવાદ મુસ્લિમ ગ્રેજ્યુએટ એસોસિએશન દ્વારા શહેરમાં આયોજીત એક કાર્યક્રમમાં જસ્ટીસ બી વી રાજુ ટ્રોફીથી સમાજના અગ્રણી અને સેવાભાવી તથા કાયદાવિદ અનવર હુસૈન શેખનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત હાઈકોર્ટના જસ્ટીસ એસ એચ વોરાના હસ્તે તેમનું સન્માન કરાયું હતું. કોમી એકતા સંવાદિત સહિતના ક્ષેત્રે તેમણે કરેલી કામગીરી બદલ તેમનું સન્માન કરાયું હતું.