ટોચની અભિનેત્રી અનુષ્કા શર્માની ફિલ્મ ફિલ્લૌરી રજૂ થઇ નથી પરંતુ રજૂ થયા પહેલાંજ સેટેલાઇટ રાઇટ્સના વેચાણ દ્વારા અનુષ્કાએ ૧૨કરોડની કમાણી કરી લીધી હોવાની માહિતી મળી હતી. આ ફિલ્મ પાછળ અનુષ્કાએ બધું મળીને ૨૧ કરોડ ખર્ચ્યા હતા. એમાંના બાર કરોડ તો સેટેલાઇટ રાઇટ્સ દ્વારા પાછાં મળી ગયાં છે એટલે એના શિરે હવે બહુ જોખમ રહ્યું નથી.