અનુષ્કા શર્માના પ્રોડકશનહાઉસ તળે બનેલી પ્રથમ બે ફિલ્મો નિષ્ફળ થઇ છે.છતાં અભિનેત્રી નિરાશ ન થતાં ત્રીજી ફિલ્મની નિર્માણ કરવાની કમર કસી છે. અનુષ્કાના નિર્માણહાઉસના બેનર હેઠળ બનનારી ત્રીજી ફિલ્મ લવસ્ટોરી પર આધારિત હશે. '' આ ફિલ્મનું શૂટિંગ જલદી જ શરૃ થવાની શક્યતા છે. આ એક પ્રેમ કહાની હશે અને તેનું શૂટિંગ મુંબઇ અને કોલકાતામાં કરવામાં આવશે.''તેમ સૂત્રે જણાાવ્યું હતું.