ગુરુવારે દિલ્લીના જામિયા યુનિવર્સિટી વિસ્તારમાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા શખ્સે ગોળી ચલાવી હતી. જેમાં જામિયાનો એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત થઈ ગયો છે. આરોપી બજરંગ દળનો હોવાનું સામે આવ્યું છે. આ ઘટના બાદ ઘણા નેતાઓ અને સેલિબ્રિટીઝે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. જેમાં બોલીવુડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે ટ્વીટ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. તેમણે લખ્યું હતું કે, આ સરકાર સ્પષ્ટ નથી કહી રહી કે જય શ્રીરામ અને ભારત માતાની જય બોલીને હિંદુત્વના નામે જે ઈચ્છે કરી રહી છે, મારો, કાપી નાખો, અમે કશું જ થવા નહિ દઈએ. અમને શંકા છે કે સરકાર અને પાર્ટી આતંકવાદ પેદા કરી રહી છે?