કોરોના વાયરસ બોલીવૂડમાં પણ પગપેસારો કરી રહ્યો છે. મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચન બાદ દિગ્ગજ એક્ટર અનુપમ ખેરના પરિવારના 4 સભ્યોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. તેમણે વીડિયો શેર કરીને આ વાતની જાણકારી આપી છે.
અનુપમ ખેરના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને જણાવ્યું છે કે, તેમની માતા દુલારી, ભાઈ રાજૂ, ભાઈની પત્ની અને અનુપમ ખેરના ભત્રીજામાં કોરોના લક્ષણ જોવા મળ્યા છે. અનુપમની માતાને મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યારે પરિવારના અન્ય સભ્ય હાલ હોમ ક્વોરન્ટાઈનમાં છે.
આ વચ્ચે અનુપમ ખેરે પોતાનો પણ ટેસ્ટ કરાવ્યો છે. તેમણે જણાવ્યું કે, તેમનો અને તેમના ભત્રીજાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તેમણે બીએમસીના અધિકારીઓને પણ આ અંગે જાણકારી આપી છે.