અમેરિકાના વિદેશમંત્રી એન્ટની બ્લિંકને આજે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે બંને દેશોના દ્વિપક્ષીય અને ક્ષેત્રીય મુદ્દાઓ સહિત અફઘાનિસ્તાનમાં સુરક્ષા સ્થિતિ પર વાતચીત કરી. બેઠક દરમિયાન બંનેએ ઈન્ડો-પેસેફિક અને ક્ષેત્રીય તથા વૈશ્વિક સુરક્ષા સ્થિતિ ઉપર પણ વાત કરી.
2 દિવસના પ્રવાસે ભારત પહોંચ્યા એન્ટની બ્લિંકન
એન્ટની બ્લિંકન અફઘાનિસ્તાનમાં ઝડપથી બદલાઈ રહેલી સુરક્ષા સ્થિતિ, હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં ભાગીદારીને વધારવા અને કોવિડ-19 મહામારીને પહોંચી વળવાના પ્રયત્નો સહિત અન્ય વિષયો પર વાતચીતના વ્યાપક એજન્ડા સાથે બે દિવસના પ્રવાસે મંગળવારે સાંજે દિલ્હી પહોંચ્યા.
આ મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ એન્ટની બ્લિંકનની અજીત ડોભાલ સાથેની બેઠક અંગે કોઈ અધિકૃત માહિતી ઉપલબ્ધ નથી પંરતુ સાઉથ બ્લોકના અધિકારીએ જણાવ્યું કે બેઠક દરમિયાન બંને દેશોના દ્વિપક્ષીય સંબંધો અને અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે ચર્ચા થઈ. આ ઉપરાંત દક્ષિણ સાગર અને ઈન્ડો પેસેફિકમાં ચીનના આક્રમક વ્યવહાર ઉપર પણ ચર્ચા થઈ.