રાષ્ટ્રીય તપાસ એજન્સીએ એન્ટિલિયા કેસમાં મુંબઈ પોલીસના અધિકારી સચિન વઝેની ધરપકડ કરી લીધી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘરની બહાર જે વિસ્ફોટકો ભરેલી ગાડી પાર્ક કરેલી હાલતમાં મળી આવી હતી તે કેસમાં આ ધરપકડ થઈ છે. આ કારના માલિક કહેવાતા મનસુખ હિરેનના મોત બાદ તેમની પત્ની એ સચિન વઝે પર હત્યાનો આરોપ લગાવતા ચકચાર મચી ગઈ હતી. ત્યારબાદ તેમની ધરપકડની માગણી થઈ રહી હતી.
NIA ના અધિકારીઓએ 12 કલાકની લાંબી પૂછપરછ બાદ 13 માર્ચ એટલે કે શનિવારે રાતે 11.50 વાગે સચિન વઝેની ધરપકડ કરી. આ અગાઉ થાણેની કોર્ટે સચિન વઝેને વચગાળાના જામીન આપવાની ના પાડી હતી. NIA એ જણાવ્યું છે કે સચિનની આઈપીસીની કલમ 286, 465, 473, 506(2), 120 બી અને 4(a)(b)(I) વિસ્ફોટક પદાર્થ એક્ટ 1908 હેઠળ ધરપકડ કરાઈ છે.