કેન્દ્રીય કેબિનેટ દ્વારા દેશ વિદેશમાં આતંકી કેસોની તપાસ માટે અને આતંકવાદ વિરોધી કાયદાને વધુ કડક બનાવવાની પ્રક્રિયાનાં ભાગરૂપે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA)ને વધુ મજબૂત બનાવવા બે કાયદામાં સુધારા કરવા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં એનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન લો (UAPA) તેમજ (NIA) બિલમાં સુધારા કરવા પરવાનગી અપાઈ છે. UAPAમાં સુધારા કરવાથી સરકાર કોઈપણ આતંકવાદીને પ્રતિબંધાત્મક યાદીમાં મૂકી શકશે. જ્યારે NIA સુધારા બિલ દ્વારા એજન્સી ભારતની બહાર વિદેશમાં પણ ભારતીય નાગરિકો કે તેના હિતોને નુકસાન પહોંચવાની સ્થિતિમાં આતંકી કેસોની તપાસ કરી શકશે.