અમદાવાદમાં અસામાજિક તત્વોએ શહેરની શાતિ અને વ્યવસ્થાને ડહોળી નાંખી છે. દાણીલીમડામાં વધુ એક વાર અસામાજિક તત્વોએ વાહનોની તોડફોડ કર્યાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ, દાણીલીમડાના અલ્લાહનગર પાસે રવિવારે મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્વોએ 15 જેટલી રીક્ષામાં તોડફોડ કરી હતી. જેને પગલે સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. તેમજ આસપાસનાં વિસ્તારનાં CCTV ચેક કરી આ અસામાજિક તત્વો સામે પગલા ભરવા તજવીજ હાથ ધરી છે.