પેપર લીક અંગે ચાલુ વર્ષે ફેબ્રુઆરીમાં પસાર કરાયેલો કાયદો આજથી અમલમાં આવી ગયો છે. સરકારે કાયદાનું જાહેરનામું બહાર પાડ્યું છે. પબ્લિક એક્ઝામિનેશન એક્ટ 2024ના અમલ પછી જાહેર પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.
કાયદામાં નકલ કરતાં અટકાવવા માટે ઓછામાં ઓછી ત્રણથી પાંચ વર્ષની જેલ અને આવા સંગઠિત ગુનામાં સંડોવાયેલા દોષિતોને પાંચથી દસ વર્ષની જેલની સજાની જોગવાઈ કરાઇ છે. સૂચિત કાયદામાં ઓછામાં ઓછા 1 કરોડ રૂપિયાના દંડની જોગવાઈ છે.