ગુજરાતમાં ચોમાસાની વિદાય પછી અરબી સમુદ્રમાં લો-પ્રેસર સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થઇ હતી અને તે વાવાઝોડાને 'ક્યાર' નામ આપવામાં આવ્યું હતું. 'ક્યાર'ની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. વાતાવરણમાં પલટો આવવાના કારણે ઘણી જગ્યાઓ પર વરસાદી ઝાપટાઓ પડ્યા હતા. કમોસમી વરસાદ પડતા રાજ્યના ખેડૂતોના ખેતરના ઉભા પાકને નુકશાન થવાનો ભય સતાવી રહ્યો છે. હાલ રાજ્ય પરથી 'ક્યાર'નું સંકટ દૂર થયું છે. પણ ફરીથી બીજું નવું સંકટ ઉભૂ થયું છે. લક્ષ્યદ્રીપ પાસે એક નવું વાવાઝોડુ સક્રિય થયું છે અને આ વાવાઝોડાનું નામ 'મહા' વાવાઝોડુ છે. 'મહા' વાવાઝોડુ તિરુવનનંતપુરમથી 450 કિલોમીટર દૂર છે અને કેરળ, કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. 'મહા' વાવાઝોડાના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
એક રિપોર્ટ અનુસાર 'મહા' વાવાઝોડુ આગામી 6 કલાકમાં વધુ મજબુત બનવાની શક્યતા છે. હાલ વાવાઝોડુ 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે અને વાવાઝોડાની અસરના કરેણ 80થી 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. 'મહા' વાવાઝોડુ ગુજરાતના દરિયા કિનારાથી દૂર રહેશે પરંતુ વાવાઝોડાની અસરના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.