ભારતના શત્રુઓ એવા પાકિસ્તાની આતંકીઓને જાણે કોઈ વીણી વીણીને ઠાર કરી રહ્યું હોય એમ વધુ એક આતંકીની કરાચીમાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ આતંકવાદી મસૂદ અઝહરનો નજીકનો હતો.
પાકિસ્તાનમાં આતંકવાદીઓનો ખાત્મો ચાલુ છે અને આ વખતે મસૂદ અઝહરનો નજીકનો આતંકવાદી રહીમુલ્લાહ તારિકની કરાચીમાં ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. આ આતંકવાદી ભારત માટે મોસ્ટ વોન્ટેડ હતો. તે ઘણીવાર ભારત વિરુદ્ધ ભાષણ આપતો હતો. પાકિસ્તાનના ઓરંગી શહેરમાં તેને અજાણ્યા લોકોએ ઠાર માર્યો હતો. હજુ થોડા દિવસો પહેલા જ લશ્કર એ તોયબા (LeT)ના આતંકી અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની પાકિસ્તાનના બાજૌરમાં અજાણ્યાં હુમલાખોરોએ કથિતરૂપે ગોળી મારી હત્યા કરી નાખી હતી. આ પહેલા ગત મહિને પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફનું મોત થયું હતું.