ગુજરાતમાં વધુ એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આગામી સમયમાં વાહન વ્યવહાર વિભાગમાં 11 હજારથી વધુ કર્મચારીઓની ભરતી કરાશે. આ માટે ભરતી પ્રક્રિયા વર્ષ 2024 સુધીમાં પૂર્ણ કરાશે. તો વાહન વ્યવહાર વિભાગમાં ખાસ કરીને ટેક્નિકલ અભ્યાસ, ITI અભ્યાસ પૂર્ણ કરીને તૈયાર કરી રહેલ ઉમેદવારો માટે સુવર્ણતક છે.
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંધવીએ આ અંગે વિધાનસભામાં જણાવ્યું હતું કે, 'વર્ષ 2024નાં અંત સુધીમાં ગુજરાત સરકારનાં વાહન વ્યવહાર વિભાગમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક સહિતનાં કર્મચારીઓ સહિત 11 હજાર કરતા વધારે કર્મચારીઓની ભરતી કરાશે. તેમજ ચાલુ વર્ષેનાં અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે.'