ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભમાં દેશ-વિદેશથી લોકો આસ્થાની ડૂબકી લગાવવા માટે આવી રહ્યાં છે. મહાકુંભે દેશ-દુનિયાના ધનવાન અને સામર્થ્યવાન લોકોનું ધ્યાન પણ આકર્ષિત કર્યું છે. જેથી આ લોકો પોતાના પ્રાઇવેટ જેટ અથવા ચાર્ટર્ડથી મહાકુંભ પહોંચી આ અવિસ્મરણીય પળના સાક્ષી બની રહ્યાં છે.