ગુજરાતમાં કોરોનાના કુલ કેસના આંકને ૧૧ હજાર સુધી પહોંચવામાં એક મહિનાનો સમય થયો હતો. પરંતુ હવે સ્થિતિ એ હદે વિકટ થઇ ગઇ છે કે ૨૪ કલાકના ગાળામાં જ ૧૧ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ગુજરાતમાં ૧૧,૪૦૩ નવા કેસ નોંધાયા હતા જ્યારે સુરતમાં ૨૩-અમદાવાદમાં ૨૩ સહિત કુલ ૧૧૭ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં રવિવારની સરખામણીએ સોમવારે કોરોનાના કેસમાં ૧,૦૬૩નો વધારો થયો છે. રાજ્યમાં હાલ ૬૮,૭૫૪ એક્ટિવ કેસ છે જ્યારે ૩૪૧ દર્દી વેન્ટિલેટર પર છે.