દેશમાં વધુ એક વખત નક્સલીઓએ તેની કરતૂતને અંજામ આપ્યો છે અને આ ઘટનામાં સેનાના 11 જવાનો શહિદ થયા હોવાના અહેવાલ છે. વિગતો અનુસાર, દંતેવાડાના અરનપુરમાં આ હુમલો થયો છે. નક્સલવાદીઓએ ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડના જવાનોને ટાર્ગેટ કરીને આ હુમલાને અંજામ આપ્યો છે. સમાચારો અનુસાર, નક્સલીઓએ જવાનોના વાહનને નિશાન બનાવીને IED બ્લાસ્ટથી આ હુમલા કર્યો હતો.