અમદાવાદમાં હવે જાણીતી સેલિબ્રિટીઝ પણ કોરોનાના ઝપેટમાં આવી રહી છે. હવે રાજકીય નેતાઓ પણ તેનાથી બાકાત નથી. ત્યારે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખ અને નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલને કોરોના
નીકળ્યો છે. ભાજપના પ્રમુખ જગદીશ પંચાલને 2 દિવસથી તાવ આવતો હતો. ગત રાત્રે તેઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જગદીશ પંચાલ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તમને જણાવી દઈએ કે, અમદાવાદ શહેરમાં ભાજપ-કોંગ્રેસના 10 વધુ નેતાઓ કોરોનાનાં શિકાર બની ચૂક્યા છે.