જમ્મુ કાશ્મીરમાં ફરી આતંકીઓ દ્વારા કાશ્મીરી પંડિતો પર હુમલા વધ્યા છે. આતંકીઓએ કરેલા હુમલામાં વધુ એક કાશ્મીરી પંડિતની હત્યા કરી દેવામાં આવી છે. જેને પગલે કાશ્મીરમાં પંડિતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં પંડિતો રસ્તા પર ઉતર્યા હતા અને કાશ્મીરના અનેક વિસ્તારોમાં ધરણા પ્રદર્શન કર્યા હતા. અગાઉ પણ આ જ પ્રકારનો વિરોધ કરવામાં આવ્યો હોવા છતા પ્રશાસન તરફથી યોગ્ય કાર્યવાહી ન થતા વધુ એક કાશ્મીરી પંડિતની હત્યાથી રોષ વધ્યો છે.