કોરોનાને માત આપવા માટે ગુજરાત સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સરકારે નક્કી કર્યું છે કે, જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ સામે આવશે તે વિસ્તારના ત્રણથી પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં રહેતા તમામ લોકોનું ટેસ્ટ કરવામાં આવશે.
આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ માહિતી આપી છે કે, પોઝિટિવ કેસના 3થી 5 કિલોમીટરના વિસ્તારમાં રહેતા લોકોના ટેસ્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. અનેક વિસ્તારમાં આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના આ પગલાથી રાજ્યને કોરોના સામે લડવામાં ઘણી બધી મદદ મળશે.