અમરનાથની યાત્રાએ ગયેલા વધુ એક ગુજરાતીના મોતના સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરાના ફતેપુરા વિસ્તારના યુવકનું હાર્ટએટેકથી મોત થયાની આશંકા છે. હાલમાં યુવકના મૃતદેહને વડોદરા લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અમરનાથ યાત્રાએ ગયેલા લોકોમાં છેલ્લા 8 દિવસમાં આ ચોથા ગુજરાતીનું મોત થયું છે