ગુજરાત ભાજપના વધુ એક નેતાએ હોદ્દા પરથી રાજીનામું લેવાયું છે. ગુજરાત ભાજપના સગંઠનમાંથી છેલ્લા કેટલાક દિવસોમાં એક પછી એક નેતાઓના રાજીનામાં લઈ લેવાયા છે. આ જ ક્રમમાં હવે, ભાજપ યુવા મોરચાના પ્રભારી પંકજ ચૌધરીનું રાજીનામું લઈ લેવાયું છે. રાજીનામુ કેમ આપ્યુ, આપ્યુ છે કે માંગી લેવાયું છે તે અંગે પંકજ ચૌધરીએ મીડિયા સમક્ષ કંઈ પણ પ્રતિક્રિયા આપવાથી બચી રહ્યા છે.