ભાજપમાંથી વધુ એક મહામંત્રીએ રાજીનામું આપી દીધુ છે. અગાઉ ભાર્ગવ ભટ્ટ પાસે રાજીનામું માગી લેવામાં આવ્યું હતું. હવે પ્રદીપસિંહ વાઘેલાએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ છે. પ્રદીપસિંહના રાજીનામાથી રાજકારણમાં અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. સૌથી પહેલા તો તેમણે રાજીનામું આપ્યુ કે માગી લેવામાં આવ્યુ તે અંગે સવાલો ઊભા થઇ રહ્યા છે.