રાજ્યસભાની ચૂંટણી પહેલા ગઢડાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રવીણ મારુએ પણ ગુરુવારે આંબેડકર જયંતીના દિવસે ભાજપમાં જોડાઇ ગયા છે. પ્રવીણ મારુએ પોતાના સમર્થકોને અમદાવાદના ગોતા સર્કલ પાસે એકત્ર થવા આહ્વાન કર્યું હતુ. ગોતા સર્કલથી રેલી સ્વરૂપે પ્રવીણ મારુ કમલમ પહોંચી કેસરિયો ખેસ પહેર્યો હતો. કોંગ્રેસ સાથે છેડો ફાડનાર પ્રવીણ મારુએ વર્ષ 2020માં ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. આજે કેસરિયો પહેરીને પ્રવીણ મારુએ જણાવ્યુ હતુ કે, પાર્ટી જે પણ જવાબદારી આપશે તે નિભાવવા હું તૈયાર છું.