પોરબંદરના ખલાસી નાનુભાઈ સોલંકીનું પાકિસ્તાનની લાડી જેલમાં મોત થયાનું જાણવા મળ્યું છે. લાડી જેલમાંથી સાથી ખલાસીએ તેમનાં મોતની જાણ કરી હતી.
11 નવેમ્બર, 2017ના રોજ અરબી સમુદ્રમાંથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી દ્વારા પોરબંદરની એક બોટનું અપહરણ કરવામાં આવ્યું હતું. બોટના માલીક બસીર અહમદ નાગલા પોરબંદરવાળાની બોટમાં માછીમારી કરતા સમયે આ ઘટના થઈ હતી. પાકિસ્તાન દ્વારા
આ બોટનાં ખલાસીઓને લાડી જેલમાં કેદ કરવામાં આવેલા છે.
આ બોટના ખલાસીઓમાં ઉના તાલુકાના કાજરડી ગામના નાનુભાઇ સોલંકી પણ હતા. તેમને અચાનક પેટમાં દુખાવો થતાં સારવાર માટે પાકિસ્તાનની હોસ્પિટલમાં લઇ જવાયા હતા. હોસ્પિટલમાં સારવાર લઈને જેલમાં પરત આવ્યા બાદ નાનુભાઇનું 20/9/18 ના
રોજ મોત થયું હતું. તેમની સાથે રહેલા અન્ય ખલાસીએ પત્ર લખીને આ અંગે પરિવારજનોને જાણ કરી હતી.