બિહારમાં (BIHAR) જાણે વરસાદની સીઝન આવતાની સાથે જ હલકી ગુણવત્તા વાળા પુલ તૂટી રહ્યા છે અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટી રહ્યો છે. હજી તો ગઇકાલે જ બિહારમાંથી પુલ તૂટવાની ઘટના સામે આવી હતી, ત્યારે આજે સતત બીજા દિવસે બીજો એક પુલ તૂટવાની ઘટના સામે આવી છે. આજે સવારે મોતિહારીમાં બની રહેલો પુલ અચાનક ધરાશાયી થયો હતો. લોકોએ આનો વીડિયો બનાવીને પોલીસને મોકલ્યો હતો. અરરિયા અને સિવાન પછી મોતિહારીમાં પુલ તૂટી પડવાની આ ત્રીજી દુર્ઘટના છે અને છેલ્લા 7 દિવસમાં આ ત્રીજી દુર્ઘટના છે. બ્રિજનો લગભગ 40 ટકા ભાગ ધરાશાયી થઈ ગયો છે. બિહારમાં અચાનક આમ એક બાદ એક પુલ તૂટી પડતાં તંત્ર હરકતમાં આવ્યું છે.