Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પોતાના પર માતાજીની કૃપા થઇ હોવાનું કહીને લોકોની અસ્થા સાથે રમત રમનાર ઢબુડી ઉર્ફે ધનજી ઓડના ધતિંગનો પર્દાફાશ થાયો હતો. કેન્સરની બીમારીના કારણે એક યુવકનો મોત થતા યુવકના પિતાએ પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઢબુડી ઉર્ફે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધાવી હતી. ધનજી ઓડ સામે પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે તેને ગાંધીનગર સેસન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી પરંતુ કોર્ટે ધનજીની અરજી ફગાવી હતી. જેના કારણે અંતે ડરીને થોડા દિવસો પહેલા ધનજી ઓડ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. માથા પર ચૂંદડી ઓઢીને જ ધનજી ઓડ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો પરંતુ પોલીસ પૂછપરછમાં તેને ચૂંદડી હટાવવાનો વારો આવ્યો હતો.

પોલીસે સમક્ષ ધનજીએ કબુલાત કરી હતી કે, દીકરી ન થતા તેને સપનામાં એક ઢબુડી જેવી છોકરી આવી હતી. સપનામાં માતાએ દીકરી અંગે વાત કરી હતી. આ ઉપરાંત પોલીસ સમક્ષ ધનજીએ કહ્યું હતું કે, મારી પાસે દીકરી ન હતી એટલે મેં માતાજી પાસે દીકરી માંગી હતી. મારા સપનામાં એક ઢબુડી જેવી દીકરી દેખાઈ હતી એટલા માટે અમે ઢબુડી માતા નામ પાડ્યું હતું. ફરિયાદી બાબતે ધનજીએ કહ્યું હતું કે, ભીખાભાઈને હું ઓળખતો નથી. હું તેમને ક્યારેય મળ્યો નથી અને મેં તેમના દીકરાની દવા ક્યારેય બંધ કરાવી નથી.

આ તો પહેલી ફરિયાદમાં ધનજી ઓડને પોલીસ સ્ટેશનમાં જવાનો વારો આવ્યો પણ હવે ફરી એક વાર ધનજી ઓડની મુશ્કેલીમાં વધારો થયો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધાવી હતી. વૃદ્ધે ધનજી ઓડ સામે છેતરપીંડી કરીને પૈસા પડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. ચાંદખેડા પોલીસે સ્ટેશનમાં થયેલી ફરિયાદના વૃદ્ધે જણાવ્યું છે કે, તેમના દીકરાને સરકારી નોકરી આપવાના લાલચ આપીને વૃદ્ધ પાસેથી બે લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે અને આ પૈસાની મોબાઈ ભક્ત મંડળ ટ્રસ્ટના નામની રસીદ પૂરાવા રૂપે પોલીસ સમક્ષ રજૂ કરી છે. હવે જોવાનું એ રહે છે કે, બીજી ફરિયાદ નોંધાયા પછી ધનજી ઓડની ધરપકડ કરવામાં આવે છે કે, તેનું નિવેદન લઇને છોડી દેવમાં આવે છે.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ